• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • ચરાડવા નજીક કતલખાને જતાં બે પશુ ભરેલ છકડો પોલીસે ઝડપ્યો

ચરાડવા નજીક કતલખાને જતાં બે પશુ ભરેલ છકડો પોલીસે ઝડપ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ તાલુકાના કડીયાણા ગામના ત્રણ શખ્સો છકડો રીક્ષામાં બે પાડા ભરીને મોરબી કતલખાને લઈ જતાં હતા. ત્યારે કડીયાણા ગામના જીવદયાપ્રેમીએ પોલીસને જાણ કરતા હળવદ પોલીસે છકડો રીક્ષા અને બે પાડાને કતલખાને જતાં બચાવી લીધા હતા. અને ત્રણ શખ્સોમાંથી દિલીપભાઇ અને ઇરફાનભાઇને હળવદ પોલીસે દબોચી લઈને છકડો રીક્ષા સહિત 52 હજારનો મુદામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદના કડીયાણા ગામના ત્રણ શખ્સો છકડોરીક્ષામાં કડીયાણા ગામમાંથી બે પાડા ભરીને છકડામાં લઈને મોરબી કતલખાને લઈ જતાં હતા. ત્યારે કડીયાણા ગામના વિશાલભાઈ ત્રિવેદીએ હળવદ પોલીસને જાણ કરી હતી. આથી બીટજમાદાર અજીતસિંહ સિસોદીયા, અરજણભાઈ ગરીયા, યોગેશદાન ગઢવી, ગંભીરસિંહ સહીતના પોલીસકર્મીઓ ચરાડવા ગામે દોડી ગયા હતા. ત્યારબાદ બે પાડા કતલખાને જતાં જીવ બચાવી લઇને છકડોરીક્ષા સહિત 52 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. કડીયાણાના દિલીપભાઈ શંકરભાઈ કોળી, રિકાભાઈ અબ્રાહીમભાઈ સલાટ સહીતના બે શખ્સોને દબોચી લીધા હતા. જ્યારે દિલિપ ભુદરભાઈને નાસી છૂટ્તા તેમને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...