હળવદમાં તાલુકાકક્ષાનો 69મો વનમહોત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ | રાજકોટ રેન્જના સયુંકત ઉપક્રમે હળવદ જીઆઈડીસીની સામે આવેલા સરકારી મોર્ડન સ્કુલમાં હળવદ તાલુકાકક્ષાનો 69મો વનમહોત્સવ યોજાયો હતો. જેમાં મોર્ડન સ્કુલના 200 વિદ્યાર્થીઓએ 200 વૃક્ષોનુ વાવેતર કરીને ઉછેરવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે હળવદ રેન્જ ફોરેસ્ટ ઓફીસર યુ.બી.બાદી હળવદ નગરપાલિકાના પ્રમુખ હીનાબેન રાવલ. નાયબ મામલતદાર ધીરૂભાઈ સોનગ્રા, તાલુકા વિકાસ અધિકારી બી.એસ. એરવાડીયા, મોર્ડન સ્કુલના આચાર્ય પ્રવિણભાઈ અંબારીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાયેક્રમને સફળ બનાવવા રેન્જ ફોરેસ્ટ વિભાગ કચેરી અધિકારીઓ અને સ્ટાફે કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...