તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોખમી મકાન વહેલી તકે ઉતારી લ્યો..લોકોમાં ભય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હળવદશહેરમાં રાજાશાહી વખતના મકાનો અમુક વિસ્તારોમાં ખખડધજ અને જર્જરીત હાલતમાં છે. આથી જોખમી રૂપ મકાનોથી શહેરીજનોને વરસાદના પગલે અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે.

હળવદમાં રાજા રજવાડાના સમયના મકાનો શહેરના અમુક વિસ્તારોમાં ખખડધજ, બિસ્માર, જર્જરીત હાલતમાં આવેલા છે. હાલ ચોમાસાના સમયમાં ભારે વરસાદના પગલે જર્જરીત મકાનો ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતા છે. ત્યારે રાહદારીઓને અને વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. શહેરના વોરાવાડ, ચોત્રાફળી, જાનીફળી, બસસ્ટેશન પાછળ, કરાચીકોલોની સહિતના વિસ્તારોમાં ઘણા બધા જર્જરીત રાજાશાહી વખતના મકાનો આવેલા છે. અમુક મકાનોનો કાટમાળ તુટવાની રાહમાં લટકી રહ્યો છે. જે તુટી પડવાની સંભાવના સેવાઇ રહી છે.

અંગે હળવદ પાલિકાના એન્જીનિયર જે.એમ. પરમારને પુછતા જણાવ્યું હતું કે જર્જરીત મકાન ધારકોને પાલિકા તરફથી નોટીસની કાર્યવાહી હાથ ઘરાશે.

હળવદમાં રાજાશાહી સમયના મકાન જર્જરિત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો