તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મયુરનગરમાં ટ્રેક્ટરની અડફેટે બાળકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદના મયુરનગર ગામની વાડી વિસ્તારમાં આદિવાસી પરિવારનો દોઢ વર્ષીય બાળક વાડીમાં રમતા દરમિયાન ટ્રેકટરની હડફેટે આવતા મોત થયંુ હતંુ. આ બનાવની જાણ 108ને કરાતા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજુરી કામ કરીને પેટીયુ રળતા ઘણા આદિવાસી પરિવાર રહે છે. આવો જ એક પરિવાર હળવદના મયુરનગર ગામના અશોકભાઈ મોહનભાઈ કોળીની વાડીમાં રહી ખેતમજુરી કરતા મધ્યપ્રદેશના જાબુંઆ જિલ્લાના રાણાપુર ગામના સુરબાનભાઈ ખેરૂનો દોઢ વર્ષનો બાળક આકેશ વાડીમાં રમતો હતો. તે દરમિયાન અચાનક ટ્રેકટરની હડફેટે આવી જતા માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત થયુ હતુ. આ બનાવની જાણ 108ને કરાતા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હળવદ ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...