તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • મેરૂપર ગામના વિદ્યાર્થીએ સ્વચ્છતા જાળવવા શેરી શેરી ડસ્ટબીન મૂકી

મેરૂપર ગામના વિદ્યાર્થીએ સ્વચ્છતા જાળવવા શેરી-શેરી ડસ્ટબીન મૂકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદતાલુકાના મેરૂપર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં સ્વચ્છતા જાળવાનો હેતુથી ગામમાં રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતાં. ઉપરાંત ગામની દરેક શેરી ગલીમાં વેસ્ટ ચીજવસ્તુઓમાંથી બેસ્ટ કરી શેરી ગલીમાં ડસ્ટબીન મૂકી ગામમાં સ્વચ્છતા જાળવવાનો સંદેશો ફેલાવ્યો હતો.

હળવદ તાલુકાના મેરૂપર પે-સેન્ટર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અને સામાજીક સમરસતા અંગે તા. 25 સપ્ટેમ્બરથી તા. 1 ઓક્ટોબર સુધી ગામમાં રેલી કાઢી હતી. જેમાં બેનરો સાથે દરેક શેરી ગલીમાં સ્વચ્છતા જાળવવાની ગામ લોકોને અપીલ કરી હતી. ગામની સ્વચ્છતા જાળવવાની કામગીરી આમ તો ગ્રામપંચાયતે કરવાની હોય છે. પરંતુ મેરૂપર ગામમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતા અંગેનું બીડુ ઝડપ્યુ છે. ત્યારે મેરૂપર ગામમાં દરેક શેરી ગલીમાં જાહેર રસ્તામાં સ્કૂલની આજુબાજુ કોઇએ રસ્તામાં કચરો, માવાના કાગળો, પાનની પિચકારીઓ મારવા અપીલ કરી છે. જાહેર રસ્તા પર ગંદકી ફેલાવે તે માટે વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ વસ્તુ કરી ગામમાં વીજકંપનીના થાંભલા પર અને અન્ય જગ્યાઓ પર ડસ્ટ બીન મૂકયા હતાં. જ્યારે કચરો મને આપો તેવા બેનરો ગામમાં લગાવ્યા હતાં. શાળાના વિદ્યાર્થીઓ ગામ લોકોને ગંદકી કરવા સમજાવટ કરી હતી.

સ્વચ્છતા સૂત્રના બેનર સાથે વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી

અન્ય સમાચારો પણ છે...