• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • હળવદ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રશ્નોના નિરાકરણ માટે તંત્ર જશે લોકોના દ્વારે

હળવદ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રશ્નોના નિરાકરણ માટે તંત્ર જશે લોકોના દ્વારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદતાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો વિદ્યાર્થીઓ અને ગ્રામલોકોના વિવિધ પ્રશ્નોનું લાંબા સમય સુધી નિરાકરણ આવતુ હતુ . આથી હળવદ મામલતદાર કચેરી અને જેતે ગામના તલાટી, સરપંચો ગામના આગેવાનોને સાથે રાખીને સ્થળ પરજ લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય માટે કેમ્પો ગોઠવવાની ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે માનસર ગામેથી શરૂઆત કરી તાલુકાના 68 ગામોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ માટેના કેમ્પોનું આયોજન આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

હળવદ તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકોને વિવિધ પ્રશ્નો પંચાયત, મામલતદાર કચેરી, વીજ કંપની, માર્ગમકાન વિભાગ, પંચાયત વિભાગ, સહિતના વિભાગો અને વિવિધ કચેરીઓના સરકારી કામો માટેની વિવિધ રજૂઆતો માટે હળવદ આવવુ પડતુ હતુ. આથી મોરબી જિલ્લા કલેક્ટર કે.જી.પડોદા દ્વારા હળવદ તાલુકામાં પ્રજાને પડતી હાલાકી દૂરકરવા માટે તંત્રને ગામડામાં જવાનો આદેશ આપ્યો છે. જેમાં અઠવાડીયે એક ગામના તલાટી, મામલતદારની ટીમ , સરપંચ, ગામના આગેવાનો ને સાથે રાખીને ગ્રામપંચાયત ખાતે પુરવઠા,રેશનકાર્ડ, ના પ્રશ્નો વારસાઇ એન્ટ્રી , સમાજ સુરક્ષા , વિકલાંગ સહાય, વિધવા સહાય, તેમજ અન્ય કોઇ રજૂઆત કે પ્રશ્નો હોયતો સ્થળ પર લોકોની સમસ્યાનો નિકાલ કરવાની કામગીરીની ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરવાનુ઼ છે. ત્યારે હળવદ તાલુકાના માનસર ગામેથી ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આવેલ લોકોમાં વિવિધ સમસ્યાઓની રજૂઆત કરી હતી. જેમાં 17 અરજી રેશન કાર્ડની , 12 અરજી વિધવા સહાયની, 4 અરજી ખેડૂતોની વારસાઇ એન્ટ્રીની નોંધની સહિતની સમસ્યાનો સ્થળ પરજ નિકાલ કર્યો હતો. આમ હળવદ તાલુકાના 68 ગામો મામલતદાર કચેરીના જૂદી જૂદી ટીમ બનાવી ગ્રામીણ લોકોની વિગત , નવી જૂની શરતો, હક્કપત્રક, આધારકાર્ડ, માં અમૃતમ યોજના, ઉજાલા ગુજરાત, સમાજ સુરક્ષાના પ્રશ્નો સહિતના પ્રશ્નો તથા જમીનને લગતા અન્ય આમ વિવિધ પ્રશ્નોનું સ્થળ પરજ નિરાકરણ કરીને લોકોને તાલુકા કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે એમ સુત્રોએ જણાવ્યુ હતુ.

વિવિધ ગામોની ગ્રામ પંચાયતની જુદી જુદી ટીમ બનાવી લોકો ખેડૂતોનો પ્રશ્નોને વાચા આપશે

પ્રશ્નોના સ્થળ પર નિકાલ માટે તંત્રની ઝુંબેશ

અન્ય સમાચારો પણ છે...