તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • મોરબી |મોરબી જિલ્લો બનાવ્યા બાદ આમરણ અને હળવદ સહિતના વિસ્તારોનો

મોરબી |મોરબી જિલ્લો બનાવ્યા બાદ આમરણ અને હળવદ સહિતના વિસ્તારોનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી |મોરબી જિલ્લો બનાવ્યા બાદ આમરણ અને હળવદ સહિતના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબી ઉપરાંત હળવદ અને વાંકાનેર વિસ્તારમાં ઓદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે જેમાં હજારો શ્રમજીવી પરિવારો રોજી રોટી મેળવે છે. ઓદ્યોગિક એકમોમાં અકસ્માતો સર્જાતા હોય છે જેમાં મોરબી જીલ્લામાં મજુર અદાલત ના હોવાથી કામદારોને રાજકોટના ધક્કા ખાવા પડે છે જે ગરીબ લોકોને પોસાય તે ના હોવાથી મોરબી જીલ્લામાં કામદાર પરિવારોના હિતને ધ્યાને લઈને મજૂર અદાલત શરુ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં મજુર અદાલત શરુ કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ

અન્ય સમાચારો પણ છે...