તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • માળિયામાં ચીફ ઓફિસરની સતત ગેરહાજરીથી પ્રજાના કામો ખોરંભે

માળિયામાં ચીફ ઓફિસરની સતત ગેરહાજરીથી પ્રજાના કામો ખોરંભે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયા(મી.) ના ચીફ ઓફિસર કચેરીએ નિયમિત હાજર રહેતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. પાલિકાના મુખ્ય અધિકારી એવા ચીફ ઓફિસરની ગેરહાજરીના પગલે પ્રજાહિતના કાર્યો ખોરંભે ચડ્યા છે અને માળિયા પંથકનો વિકાસ રૂંધાય રહ્યો છે જે બાબતને ધ્યાને લઈને જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા મામલે કલેકટરને લેખિત રજૂઆત કરીને યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સોનલબેન જાકાસણીયાએ કલેકટરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે માળિયા (મી.) નગરપાલિકાના ચીફ ઓફિસર નિયમિત હાજરી આપે તે જરૂરી છે. ચીફ ઓફિસર નિયમિત હાજર રહેતા હોવાથી માળિયાનો વિકાસ રૂંધાય ગયો છે. જેના કારણે માળિયા વિકાસની દ્રષ્ટ્રીએ મોરબી જિલ્લામાં પછાતની છાપ ધરાવે છે. દ્રષ્ટ્રીએ માળિયાને ગતિશીલ કહી શકાય તેવા વેધક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા. તો માળિયા ઉપરાંત હળવદ તાલુકાના આયોજનને મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. તાલુકાનો વિકાસ ખોરંભે પડ્યો છે અને પ્રજાને સતત અન્યાય કરવામાં આવી રહ્યો હોય યોગ્ય પગલા ભરવા પંચાયત પ્રમુખે રજૂઆત કરી છે.

તાકીદ કરાઇ હોવા છતાં ઓફિસર ધાર્યું કરે છે!

જિલ્લા પંચાયત પ્રમુખની કલેક્ટરને રજૂઆત કરાઈ

અન્ય સમાચારો પણ છે...