તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદના દશામાના મેળામાં ભાવિકો ઉમટ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદમાં દશામાના વ્રતનો મેળો યોજાયો હતો. જેમાં સોમવારે છેલ્લા દિવસે દશામાના મંદિરે ભકતોનું ઘોડાપુર ઉમટયું પડયું હતું. જ્યારે મદિરના પટાગણમા રાત્રે ગરબાનું પણ આયોજન કરાયુ હતું.

હળવદ તાલુકાના એકમાત્ર દશામાના મંદિરે ભકતો માટે આસ્થાનું કેન્દ્ર છે. દશામાના વ્રત નિમિતે અ લીમડાવાળા દશામાના મંદિરે છેલ્લા દિવસે મોટી સંખ્યામાં બહેનોની ભીડ જાવા મળી હતી. તેમજ વિનોબા ગ્રાઉન્ડમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકમેળામાં હજારો માનવ મહેરામણ ઉમટી પડયું હતું. સોમવારે રાત્રે વ્રતના છેલ્લા દિવસે જાગરણ નિમિતે મહાઆરતી અને મોડી રાત સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ મેળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને દશામાના દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...