સુંદરગઢમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા : 2 ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદના સુંદરગઢ ગામમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. જેમાં ગામના પાદરમાં જુગાર રમતા 8 શખ્સોને રૂપિયા 56,585 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે 2 શખ્સો પોલીસને હાથતાળી આપી ફરાર થયાં હતા.

હળવદના સુંદરગઢ ગામના પાદરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. પરંતુ પૂર્વતૈયારી સાથે આવેલી પોલીસે જુગાર રમતા સુંદરગઢના મહેશભાઈ કોરડીયા, જીવણભાઈ ગેડાણી, નવઘણભાઈ ગેડાણી, અમરશીભાઈ રાણાવડીયા, રમેશભાઈ લીલીપરા, મુન્નાભાઈ ચરમાળી, કાન્તીભાઈ બહાકીયા, દેવજીભાઈ પાટડીયાને ઝડપી લીધા હતા. જ્યારે રમેશભાઈ ચરમાળી અને ધનજીભાઈ કોળી પોલીસને જોઇ નાસી છુટવામાં સફળ રહ્યાં હતા. પોલીસના હાથે ઝડપાયેલા જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા 10,085, 2 બાઇક તેમજ 5 મોબાઇલ સહીત કુલ રૂપિયા 56,585નો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં વનરાજસિંહ બાબરીયા, પંકજભા ગઢવી, દેવેન્દ્રસિંહ ઝાલા, વિજયદાન ગઢવી, ગંભીરસિંહ ચૌહાણ સહિતનાઓએ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...