• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • હળવદના ઘનશ્યામપુરમાં જમીન મંડળી મામલે વૃદ્ધો ઉપવાસ પર

હળવદના ઘનશ્યામપુરમાં જમીન મંડળી મામલે વૃદ્ધો ઉપવાસ પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદના ઘનશ્યામપુર ગામની સીમમાં સહકારી ખેતીમંડળીની જમીનપર માથાભારે શખ્સોએ અડિંગો જમાવતા આખરે છગનભાઇએ ન્યાય માટે મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા મંગળવારે ઉપવાસ આંદોલન ઉતર્યા છે. આમ છતાં જો માગ સ્વીકારવમાં નહીં આવશે તો 17મી જુલાઇએ સવારે 11 કલાકે આત્મવિલોપન કરવાની ચિમકી આપતા તંત્રમાં દોડધામ મચી હતી.

ઘનશ્યામપુરના અને હાલ હળવદમાં રહેતા 65 વર્ષના વૃદ્ધ છગનભાઈ મકવાણાએ મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા રજિસ્ટ્રાર તેમજ મામલતદારને ઘનશ્યામપુર ગામની જમીન મંડળી મામલે અનેકવાર લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાઇ ન હતી. આથી ન છુટકે 10થી 17મી સુધી મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે.

જો ન્યાય આપવામાં નહીં આવે તો મામલતદાર કચેરી સામે 17મી જુલાઇએ સવારે 11 કલાકે આત્મવિલોપનની કરવાની ચિમકી આપી છે. આ અંગે ભલજીભાઇ સોલંકી, ધ્રાંગધ્રાના અમિતભાઇ ચાવડા અને મોહનભાઇ ઉપવાસ છાવણીમાં દોડી આવી છગનભાઇ મકવાણાને ન્યાય મળે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...