જૂના દેવળિયામાં 3 શખ્સોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદના જુનાદેવળીયા ગામે રહેતા કરીમભાઈ અબ્દુલભાઇ સંઘવાણી સાથે ગામના જ વિજયભાઇ જયંતિભાઇ પટેલ, આશીક ઉર્ફે બાડો ઈકબાલ મુલતાની, વિક્રમસિંહ વિનુભા પરમાર અને કરીમભાઈ વચ્ચે પાંઉભાજી ખાવાની બાબતે બોલાચાલી થઇ હતી. આથી ઉસ્કેરાયેલા ત્રણેય શખ્સોએ કરીમભાઈને માર માર્યો હતો.

જેમાં હાથમાં લોખંડના પાઈપ અને ધોકા લઈ ત્રણેય શખ્સોએ કરીમભાઈના ઘર પર ધસી ગયા હતા. ત્યારબાદ ઘરના દરવાજા, ખાટલા, ખુરશીઓ, મોટર સાયકલ સહીતની વસ્તુઓની તોડફોડ કરી હતી. આ બનાવમાં હળવદ પોલીસ મથકમાં કરીમભાઇ અબ્દુલભાઇ સંઘવાણીએ ફરિયાદ કરી હતી. આથી ચરાડવા બીટજમાદાર વસંતભાઈ વધેરાએ ત્રણેય શખ્સોને ગણતરીની કલાકોમાં દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...