કારમાં દારૂની હેરાફેરી કરતો એક શખ્શ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી : મોરબીજિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા માટે એલસીબી ટીમે સઘન કાર્યવાહી આરંભી છે જેમાં ગત રાત્રીના સમયે સરા ચોકડી નજીકથી કારમાં બિયરની હેરાફેરી કરતા એક શખ્શને ઝડપી લઈને મુદ્દામાલ જપ્ત કરાયો છે. મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે આઈ ૨૦ કારમાં રાજુ દિલીપ લીંબોચા રહે. ઘનશ્યામપુર તા. હળવદવાળો શખ્સ કારમાં બિયરનો જથ્થો લઈને નીકળવાનો હોય જે બાતમીને આધારે એલસીબી ટીમે સરા ચોકડી નજીક વોચ ગોઠવી હતી જે દરમિયાન કાર પસાર થતા તેને આંતરીને તલાશી લેતા કારમાંથી કુલ પેટી બીયર નંગ ૯૬ કિંમત રૂપિયા ૯૬૦૦ મળી આવતા એલસીબી ટીમે આરોપી રાજુ દિલીપ લીંબોચાને ઝડપી લઈને બિયરનો જથ્થો તેમજ કાર સહિત કુલ ૩,૦૯,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે...