હળવદ માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ - ઉપપ્રમુખની વરણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ માર્કેટિંગ યાર્ડમાં ગુરૂવારે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લાનંુ સૌથી મોટુ યાર્ડ એટલે હળવદનંુ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત બીજીટર્મ વિજય મેળવ્યો હતો. હળવદ માર્કેટીંગ યાર્ડમાં 4 બેઠકો વેપારી, 8 બેઠકો ખેડૂતો, 2 બેઠકો ખરીદ વેચાણ સંઘ , 1 પાલિકા, 2 સહકારી કુલ મળીને માર્કેટીંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત 17 બેઠકો કબજે કરાઈ હતી. જેની ગુરૂવારે માર્કેટીંગ યાર્ડમાં જિલ્લા રજિસ્ટ્રાર ટી.સી.તલસાણીના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે રણછોડભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે વિઠુલભાઈ દલવાડીની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ પંચાયતમંત્રી જયંતિભાઈ કવાડીયા, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ. તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી. વલલ્ભભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...