તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • ઘનશ્યામપુર ગામની શાળામાં વરસાદી પાણી : વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત

ઘનશ્યામપુર ગામની શાળામાં વરસાદી પાણી : વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ તાલુકામા બે દિવસથી મુશળધાર વરસાદ પડતાં હળવદના ઘનશ્યામપુર ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં કન્યાશાળાના પટાંગણમાં વરસાદી પાણી ભરાઈ જતા 270 વિદ્યાર્થીઓને અભ્યાસથી વંચિત રહેવાનો ઘાટ સર્જાયો છે. જેમાં શાળાના પટાંગણમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ શાળા જતા નથી. અને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. આથી ગ્રામપંચાયત દ્વારા ઝડપથી પાણીનો નિકાલ કરે તેવી વાલીઓની માંગ ઉઠી છે.

તાલુકાના ઘનશ્યામપુર ગામે નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાની ફરિયાદ ઉઠી હતી. જેમાં ઘનશ્યામપુર ગામની કન્યાશાળામા પટાંગણમાં વરસાદી પાણીનુ મિની તલાવડી ભરાઈ જતા શાળામાં ભણતા 270 વિદ્યાર્થીઓ શાળામા નહી જતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડે છે. શાળામાં એક પણ વિદ્યાર્થીઓ આવતા નથી. આ અંગે ઘનશ્યામપુર ગામના વાલી એ.ડી.ચૌહાણ, ખોડાભાઈ, ધારાભાઈ સહિતનાએ ગ્રામપંચાયતમાં અનેક વાર વરસાદી પાણી નિકાલ માટે રજૂઆત કરી હતી. પરંતુ ગ્રામપંચાયત દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. અને શાળાના પટાંગણમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ શાળા જતા નથી. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે. આથી ગ્રામ પંચાયત દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરાવે તેવી ગામ લોકો અને વાલીઓની માંગ છે.

શાળામાં વરસાદી પાણી ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...