તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • આચાર્ય બદલી નહીં થાય ત્યાં સુધી બાળકો શાળાએ નહીં આવે : વાલી

આચાર્ય બદલી નહીં થાય ત્યાં સુધી બાળકો શાળાએ નહીં આવે : વાલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ તાલુકાના મયાયુર ગામે બે દિવસ પહેલા શિક્ષકો અને આચાર્યના ક્લાસમાં બેસવા બાબતે અંદરોઅંદર ડખા થતા ગામલોકોએ શાળામાં તાળાબંધી કરી હતી. પરિણામે શનિવારે આચાર્યના વિરોધમાં અને તેની બદલી કરવા મામલે હળવદ બી.આર.સી. ભવન ખાતે ગામના સરપંચ સહીત 40 જેટલા ગામલોકોએ આવેદનપત્ર આપવા ઘસી આવ્યા હતા. આ આચાર્યની બદલી નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાની ચીમકી આપી હતી.

હળવદ તાલુકાના મયાપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો અને આચાર્યના અંદરોઅંદરના ક્લાસમાં બેસવા બાબતે ડખો સર્જાતા શાળાના બાળકો પર અભ્યાસની માઠી અસર થતા ગામલોકો અને વાલીઓ દ્વારા શાળામાં તાળાબંધી કરતા શિક્ષણતંત્રમાં દોડધામ મચી હતી. શનિવારે ગામના સરપંચ અને વાલીમંડળની ગામમાં બેઠક મળી હતી. આ ઉપરાંત શાળાના આચાર્ય વિરોધ બદલી કરવા મામલે બેઠક મળી હતી. આથી શનિવારે ગામના સરપંચ કાંતિલાલ કણઝરીયા ગામના આગેવાન ભરતભાઈ કણઝરીયા , અલ્કેશભાઈ, પ્રકાશભાઈ સહીતના 40 જેટલા લોકો અને વાલીઓ હળવદ મોરબી દરવાજે બી.આર.સી ભવનમાં આવેદનપત્ર આપવા ઘસી આવ્યા હતા. જેમાં શાળાના આચાર્યની બદલી કરવામાં નહી ત્યા સુધી અમો શાળાએ બાળકોને મોકલશુ નહી તેમ જણાવ્યુ હતુ. આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જી.જે.વોરાએ જણાવ્યુ કે મયાપુર ગામ લોકોની આચાર્ય વિરૂદ્ધ ફરિયાદ આવી છે. જેને ધ્યાનમાં લઈ આચાર્યને અન્ય ગામની શાળામાં બદલી કરવાનો હુકમ કર્યો છે. અને ગામના સરપંચને સુચના અપાઈ છે. સોમવારે રાબેતા મુજબ શાળા ચાલુ કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...