• Home
  • Saurashtra
  • Morbi
  • Halvad
  • Halvad - મારી દિકરીનું નામ લઇશ તો સરખાઇ નહીં આવે ગામ છોડી જતા રહો : સદસ્યાના પતિ

મારી દિકરીનું નામ લઇશ તો સરખાઇ નહીં આવે ગામ છોડી જતા રહો : સદસ્યાના પતિ

ઘરમાં ઘુસી તોડફોડ કરી 2 વાહનો સળગાવાયા

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:25 AM
Halvad - મારી દિકરીનું નામ લઇશ તો સરખાઇ નહીં આવે ગામ છોડી જતા રહો : સદસ્યાના પતિ
હળવદના ડુંગરપુર ગામે જિલ્લા પંચાયતના સદસ્યાના પતિએ પોતાની પુત્રી સાથેના પ્રેમ સબંધ મામલે યુવકના ઘરે જઈ આંતક મચાવી યુવકને અને પરિવારજનોને માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી બે વાહનો સળગાવી નાખ્યા હતા. આ બનાવને યુવકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

હળવદના ડુંગરપુર ગામે રહેતા ભરતભાઇ અલુભાઇ આકરીયાના પુત્ર અનિલને જિલ્લા પંચાયતના સભ્ય કાંતાબેન હનુભાઇ વિઠલાપરાની પુત્રી સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. જે કાંતાબેન અને તેમના પરિવારને પસંદ ન હતું. આથી હનુભાઇ જેસીંગભાઇ વિઠલાપરા, અશ્વિનભાઇ હનુભાઇ વિઠલાપરા ઘીરૂ ઉર્કે ધારા દિપકભાઇ, અક્ષયભાઇ મગનભાઇ એક સમ્પ કરી યુવકના ઘર ઉપર હુમલો કરી છકડો રીક્ષા અને 407 એમ બે વાહનો સળગાવી નાખ્યા હતા. તેમજ યુવક અનિલ આકરીયાને જાનથી મારીનાંખવાની ધમકી પણ આપી હતી. આ મામલે ભરતભાઇ આકરિયાએ હળવદ પોલીસ સ્ટેશનમા ચાર શખ્સો સામે નોંધાવતા પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વધુ તપાસ ચરાડવા બીટ જમાદાર વસંતભાઈ વધેરા ચલાવી રહ્યા છે.

X
Halvad - મારી દિકરીનું નામ લઇશ તો સરખાઇ નહીં આવે ગામ છોડી જતા રહો : સદસ્યાના પતિ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App