Home » Saurashtra » Morbi » Halvad » Halvad - ધનાળા ગામ નજીકથી રૂ. 45.64 લાખની ખનીજચોરી ઝડપી લેવાઈ

ધનાળા ગામ નજીકથી રૂ. 45.64 લાખની ખનીજચોરી ઝડપી લેવાઈ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:25 AM

પાસપરમીટ અને રોયલ્ટી વગર 129 ટન રેતી ભરેલાં 3 ડમ્પરો જપ્ત

  • Halvad - ધનાળા ગામ નજીકથી રૂ. 45.64 લાખની ખનીજચોરી ઝડપી લેવાઈ
    હળવદ પોલીસે ધનાળા ગામ પાસેથી પાસ પરમીટ વગર રેતીનું વહન કરતા 3 ડમ્પરો ઝડપી પાડ્યા હતા. જેની પોલીસે 129 ટન રેતી તેમજ 3 ડમ્પર સહિત કુલ.45.64 લાખના મુદ્દામાલ કબજે કરી ડમ્પર ચાલક સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

    હળવદ તાલુકાની બ્રાહ્મણી નદીમાં સફેદ રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ધનાળા ગામની ફાટક નજીકથી પસાર થતા ત્રણ ડમ્પર અટકાવી તપાસ કરી હતી. જેમાં પાસ પરમીટ કે રોયલ્ટી વગર જ ડમ્પરમાં ખનીજ પરિવહન કરી ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આથી રૂ. 45 લાખની કિંમતના ત્રણ ડમ્પર તેમજ રૂ. 64,500ની કિંમતની 129 ટન સફેદ રેતી સહિત કુલ રૂ. 45,64,500નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ત્રણેય ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ બનાવમાં મોરબી તાલુકાના ટીંબડી ગામના ડમ્પર ચાલક હિરેનભાઈ ઘનશ્યામભાઈ કોળી, હળવદ તાલુકાના ડુંગરપુર ગામના હરેશભાઈ મગનભાઈ કોળી અને જાંબુડીયા ગામના સાગરભાઈ વેરશીભાઈ કોળીની અટકાયત કરી હતી. હળવદ પંથકમાં ખનીજ ચોરીના દરોડા પડતા અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. છાશવારે થતી ખનીજચોરીમાં મોટા પ્રમાણમાં ચોરી ઝડપાય છે.

    હળવદ પોલીસે ઘનાળા ગામ પાસેથી પરમીટ વિના રેતીનું વહન કરતાં 3 ડમ્પર ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ