• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • હળવદમાં ચોમાસાનાે પ્રારંભ છતાં ગરમીને કારણે બજારો સુમસામ

હળવદમાં ચોમાસાનાે પ્રારંભ છતાં ગરમીને કારણે બજારો સુમસામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદશહેરમાં છેલ્લા 15 દિવસથી ગરમીનુ પ્રમાણ વધ્યુ છે છેલ્લા બે ત્રણ દિવસથી 38 થી 40 ડિગ્રી ધરાવતુ તાપમાન જોવા મળેલ હતું. ત્યારે ગરમીના કારણે હળવદ ના સરારોડ મેઈનરોડ સહિતની વિવિધ બજારોમાં 12 થી 4 કરફ્યુ જેવો માહોલ સુમસામ જોવા મળે છે.

હળવદ તાલુકામાં ચોમાસાનું નામોનિશાન નથી. આથી ચોમાસામાં પણ ગરમીનો માહોલ જોવા મળે છે. હળવદ નજીક ટીકર રણ આવેલુ છે જેના કારણે ગરમીના પ્રમાણે વધી રહ્યુ છે. છેલ્લા બે ત્રણ દિવસથી 38 થી 40 ડિગ્રી ધરાવતુ તાપમાન જોવા મળેલ હતું. ત્યારે બફારો ગરમીના કારણે લોકોને બપોરના સમયે બહાર નિકળવાનુ રાખતા હોય છે. જેની અસર હળવદ શહેરની બજારોમાં જોવા મળી હતી શહેરના સરારોડ , શક્તિટોકીઝ રોડ , સ્ટેશનરોડ , મેઈનરોડ સહીતની બજારોમાં ગરમીના કારણે બપોરે 12 થી 4 વાગ્યા સુધી કરફ્યુ જેવો માહોલ અને બજારોમાં સુમસામ જોવા મળેલ હતુ વેપારીઓના વેપારધંધામાં પણ માઠી અસર જોવા મળેલ હતી ગરમીના કારણે લોકો ખરીદી કરવાનુ પણ ટાળે છે.

અન્ય સમાચારો પણ છે...