સંકલન સમિતિની બેઠક પછી કામગીરીના સંકલનનું શું?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં વિધાનસભા ચૂંટણી બાદ પ્રથમવાર મોરબી જિલ્લાની સંકલન સમિતિની બેઠક મળી હતી.જેમાં નવ નિયુક્ત ધારાસભ્યે મોરબી શહેર અને જિલ્લાના પ્રશ્નોની ઝડી વરસાવી હતી.કલેક્ટરને વહેલી તકે આ પ્રશ્નો ઉકેલવા તાકીદ કરી હતી.

મોરબીવાસીઓ વર્ષોથી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જિલ્લામાં અવારનવાર સંકલન સમિતિની બેઠક મળે છે ,પણ જાણે અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સંકલન જ ન હોય તેમ સમસ્યા જેમની તેમ જ રહે છે.જો કે આ વખતે વિધાનસભા ચૂંટણી બાદ પ્રથમવાર ક્લેકટર એ કે પટેલની હાજરીમાં બેઠક મળી હતી અને તેમાં નવનિયુક્ત ધારાસભ્ય જોડાયા હતા અને વર્ષો જૂના પ્રશ્નની ઝડીઓ અધિકારીઓ પર વરસાવી હતી. મોરબી જેતપર રોડની ગોકળગતિએ ચાલતી કામગીરી,મોરબી હળવદ રોડ,પંચાસર રોડ તેમજ મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા રોડ પાસેની નવલખી ફાટક પહોળું કરવા કાયમી ટ્રાફિક પોઇન્ટ મુકવા શહેરના તમામ વિસ્તારમાં ઉભરાતી ગટર અને ગંદકી નિવારવા તેમજ માળિયા(મી)ના નાની બરારની માધ્યમિક શાળાના મકાન સહિતના પ્રશ્ન રજૂ કર્યા હતા. આ બેઠકમાં રેલવે વિભાગના અધિકારીઓ,નગરપાલિકા,માર્ગ મકાન સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...