માલણીયાદ અને એંજાર ગામનો કોઝવે બિસમાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4 ગામના ખેડૂતો અને વાહનચાલકો પરેશાન

હળવદતાલુકાના અમુક ગામના રસ્તા અને કોઝવે નાળા ઘણા સમયથી બિસ્માર અને જર્જરીત હાલતમાં હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે હળવદ તાલુકા માલણીયાદ અને એંજાર ગામનો કોઝવે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી ચાર ગામના ખેડૂતો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે સમારકામ કરાવાય તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે.

હળવદ તાલુકા અમુક છેવાડા ગામના રસ્તા કોઝવે નાળા ઘણા સમયથી બિસ્માર હાલતમા હોવાની તાલુકાવાસીઓની ફરિયાદ ઉઠી છે. ત્યારે હળવદ તાલુકાના માલણીયાદ એંજાર ગામના રસ્તા પરનો કોઝવે ઘણા સમયથી બિસ્માર અને જર્જરીત હાલતમાં હોવાની તાલુકાના ટીકર, કીડી, જોગડ, મયાપુર સહીતના 4 ગામના ખેડૂતો અને વાહનચાલકોને ભારે મુસીબત અને હાલાકી વેઠવી પડે છે. બિસ્માર અને જર્જરીત કોઝવેના કારણે ખેડૂતો ને ખેતર અને વાડીએથી પાક માર્કેટીગયાર્ડ લઈ જવા માટે અને વાહનચાલકોને પણ પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. અંગે હસમુખભાઈ, દયારામભાઈ, જગદીશભાઈ વગેરેએ જણાવ્યું કે અમારા ગામના કોઝવે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી અમારે ચાર ગામના 300થી વઘુ ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે.આથી જવાબદાર તંત્ર દ્વારા સત્વરે બિસ્માર કોઝવેનુ સમાર કામ કરવી અપાય તેવી ગામ લોકો, ખેડૂતો અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...