તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીનના રીસર્વેમાં મોરબીના ખેડૂતોને ભારોભાર અસંતોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીજિલ્લાના પાંચ તાલુકાના ગામડામા માપણી કામગીરી સરકારની ખાનગી એજન્સી દ્વારા થોડા સમયથી વેગ આપવામાં આવ્યો હોઇ એમ જણાય છે. અને જયાં માપણી પૂરી થઇ છે,તેવા ગામડામાં માપણી અંગે ખેડૂત ખાતેદારોમા ભારે અસંતોષ વ્યાપ્યો હોઇ તેવો ગોકીરો મચ્યો છે.હાલમા,ટંકારા અને હળવદ તાલુકામા પ્રથમ તબક્કાની પ્રાથમિક માપણી કામગીરી પૂર્ણ થયેલી છે.જોકે તમામ વાંધેદાર ખેડૂતોને વાંધા નિકાલનો ક્રમાનુસાર સંતોષકારક નિકાલ કરવા માટે મોરબી ડી.આઇ.એલ.આર. કચેરી કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

વાંકાનેર તાલુકાના 101 ગામડા માંથી 72 ગામોમાં પ્રાથમિક માપણી આટોપી લેવામાં આવી છે.તો મોરબી તાલુકાના 95 ગામમાંથી 6 ગામમાં અને અને માળિયા ના 47 ગામમાંથી 26 ગામે પ્રથમ તબક્કા ની પ્રાથમિક ડિજીટલ માપણી પુરી કરવામાં આવી છે. પરંતુ કામગીરી મા દરેક ગામડે ખેડુત ખાતેદારો મા ભારે અસંતોષ જન્મ્યો છે.ખાતેદારોની જમીનમા વધઘટ ઉપરાંત કબજા પણ ઉલટસુલટ થવાના અનેક કિસ્સા બન્યાની ફરિયાદો ઉઠી છે.

જમીનમા વધઘટ ઉપરાંત કબજા પણ ઉલટસુલટ થયાની અનેક ફરિયાદ ઉઠી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો