તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ન્યુઝ. હળવદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ. હળવદ

મૂળરાધનપુરના અને હિંમતનગરમાં રહીને મજૂરીકામ કરતા પરિવારની બાળકીને અજાણ્યો શખ્સ રવિવારે બપોરે ઊપાડી ગયાની હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ થઇ હતી. ત્યારે સોમવાર સવારે મોરબી-વીજાપુર બસમાં બાળકી રડતી મળી આવતા મુસાફરોએ હળવદ પોલીસને જાણ કરી હતી.આથી હળવદ પોલીસે સંપર્ક કરી બાળકીને પરિવારજનો સોંપી હતી.

રાધનપુર જિલ્લાના રહેવાસી અને છેલ્લા આઠ વર્ષથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બસ સ્ટેશન સામે ભીલવાસમાં રહેતા જીતુભાઈ અમૃતભાઈ ભીલને પરિવાર હિંમતનગર ગામે રહીને મજૂરી કામ કરી પેટીયુ રળતો હતો. ત્યારે બીજાધોરણમાં ભણતી 7 વર્ષની બાળકી નિકીતા હિંમતનગર ગામના બસ સ્ટેશન પાન કેબીને રમતી હતી. રમતા રમતા 30 થી 32 વર્ષનો અજાણ્યો શખ્સ ઊપાડી ગયો હતો. આથી હિંમતનગર પોલીસે ગૂમની જાહેરાત કરી શોધખોળ આદરી હતી. દરમિયાન હળવદ બસ સ્ટેશનમાં મોરબી-વીજાપુર બસમાં પાછળની સીટમાં 7 વર્ષની બાળકી રડી રહી હતી. આથી હળવદના મુસાફર બિપીનભાઈએ હળવદ પોલીસને જાણ કરાતા વોટસઅપદ્વારા બાળકી મળી આવી તેવી જાહેરાત ફોટા સાથે મેસેજ પ્રસિધ્ધ કર્યા હતા.

જે હિંમતનગરનાં જીતુભાઈના માસીના દિકરા નરેશભાઈને મેસેજ વોટસઅપમાં મળતા. હળવદ પોલીસનો સંપર્ક કર્યો હતો. આથી હળવદ પોલીસે ગૂમ થયેલ બાળકીને પરિવારજનોને હિંમતનગર પોલીસ સાથે રાખી મિલન કરાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો