સમસ્યાનું સમાધાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદશહેરની 40 હજારની વસ્તીને પીવાના પાણીનો પ્રશ્ન અને છેવાડાના વિસ્તારોને બે દિવસે પાણી મળતુ હતું. ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા રૂપિયા 9 કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના અંતર્ગત શહેરના દરબાર નાકે, ખારીવાડી વિસ્તારમાં 6.10 લાખ લીટર પાણી સંગ્રહ કરે તેવી પાણીની ટાંકીઓ અને શહેરમાં નવી પાઇપ લાઇનોનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. આથી આગામી દિવસોમાં હળવદની જનતાને દરરોજ નિયમિત પાણી મળશે.

હળવદ શહેરના ખારીવાડી વિસ્તાર, કુંભારપરા, કરાંચી કોલોની સહિતના વિસ્તારોમાં પાણીની ટાંકી હોવાથી પીવાના પાણીનું વિતરણ રહીશોને બે દિવસે કરાતુ હતુ. આથી હળવદ નગરપાલિકાના પ્રમુખ રણછોડભાઇ દલવાડી, પાણી પુરવઠા ચેરમેન મોતીભાઇ ભરવાડના પ્રયાસોથી રાજ્ય સરકારની પાણી પુરવઠા યોજના અંતર્ગત રૂપિયા 9 કરોડનો પ્રોજેક્ટ મંજૂર થયો છે. ત્યારે શહેરના દરબાર નાકે, વોટરવર્કસ પાસે 4 લાખ લીટર પાણીનું ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી તેમજ ખારીવાડી વિસ્તારમાં 2 લાખ 10 હજાર લીટર પાણીની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું કામ પૂર્ણ કરાયુ઼ છે.

હળવદ શહેરની 40 હજારની વસ્તી ધરાવતા શહેરના 7 વોર્ડમાં હાલ દરેક વિસ્તારમાં પાણીની પાઇપલાઇનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ હળવદ શહેરની જનતાને દરરોજ પીવાનું પાણી નિયમિત મળી રહેશે. જેના કારણે લોકોને વગર કામનું પાણી ભરી રાખવામંાથી મુક્તિ મળશે.

અંગે હળવદ પાલિકાના ઇજનેર જે.એમ.પરમારે જણાવ્યુ કે, પાણી પુરવઠાના પ્રોજેકટ પૂર્ણ થયા બાદ દરબાર નાકા વોરટ વર્કસ પાણીની ટાંકીમાંથી ચોત્રાફળી, મોટા દરવાજા, જૂના આંબેડકરનગર, સરા રોડ સહિતના વિસ્તારોમાં દરરોજ નિયમિત પાણી વિતરણ કરાશે તેમજ ખારીવાડી વિસ્તારમાં પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અન્નક્ષેત્ર રોડ, કરાંચી કોલોની, કુંભારપરા સહિતના વિસ્તારોમાં દરરોજ પીવાનું પાણી વિતરણ કરવામાં આવશે. હળવદ નગરપાલિકા દ્વારા શહેરમાં 9 કરોડના ખર્ચે પાણી પૂરવઠો, પાઇપલાઇન, ટાંકીનો પ્રોજેક્ટ જાન્યુઆરી 2015માં શરૂ કરાયો હતો અને અને તે ડિસેમ્બર 2016માં પૂર્ણ થશે.

હળવદ શહેરને રોજ કેટલા MLD પાણી જરૂરિયાત?

હળવદ શહેરને દરરોજ 9 એમએલડી પાણીની જરૂરીયાત છે. ત્યારે હાલ નગરપાલિકા દ્વારા 7 એમએલડી પાણી સંગ્રહ કરતી પાણીની ટાંકી છે. આથી બે ટાંકીમાં પાણી સંગ્રહ કરાશે 9 એમએલડી પાણી સંગ્રહ થશે બાદ સમસ્યા હલ થઇ જશે.

હવે દિવસો દૂર નથી..હળવદ શહેરને રોજ પાણી મળશે

અન્ય સમાચારો પણ છે...