કિડી-એંજાર ગામ વચ્ચે કોઝવે બિસ્માર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘણા સમયથી કોઝવે તૂટેલો રહેતા ખેડૂતોને ખેતરમાં જવાની મુશ્કેલી

હળવદતાલુકાના અમુક ગામોના રસ્તા અને કોઝવે નાળા બિસ્માર બન્યા છે. ત્યારે હળવદ તાલુકાના કિડી અને એંજાર જવાના રસ્તા વચ્ચે ઘણા સમયથી કોઝવે બિસ્માર અને જર્જરીત હાલતમાં છે. આથી વાહનચાલકો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવી પડે છે.

હળવદ તાલુકાના અમુક છેવાડાના ગામોના રસ્તા અને કોઝવે નાળા બિસ્માર હાલતમાં છે. ત્યારે ગ્રામિણ વિસ્તારના લોકો અને ખેડૂતો અને વાહનચાલકોની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે હળવદ તાલુકાના કિડી એંજાર ગામ વચ્ચેનો કોઝવે જર્જરીત બન્યો છે. જેના કારણે વાહનચાલકો અને ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે ગામના દાનાભાઈ રાઠોડ, શાન્તીલાલ રાઠોડ જણાવ્યા પ્રમાણે કે અમારા ગામના કોઝવે ઘણા સમયથી બિસ્માર અને તૂટેલી હાલતમાં હોવાથી અમારે ભારે મુશિબત વેઠવી પડે છે ત્યારે તંત્ર દ્રારા સત્વરે બિસ્માર કોઝવેનું સમારકામ કરે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...