• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • માથક પાસે નર્મદા કેનાલનુ નાળુ જર્જરિત હોવાથી અકસ્માતનો ભય

માથક પાસે નર્મદા કેનાલનુ નાળુ જર્જરિત હોવાથી અકસ્માતનો ભય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદમોરબી બ્રાંન્ચની નર્મદા કેનાલ હળવદ તાલુકાના માથક ગામથી પસાર થઈ છે. ત્યારે કેનાલ વચ્ચેથી નાળુ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે.

હળવદ પંથકના અમુક ગામોમાં નર્મદા કેનાલ પસાર થતી હોય તેવા ગામોમાં પુલ અને નાળાઓ બનાવવામાં આવ્યા છે. જેમાં મોરબી બ્રાંન્ચની નર્મદા કેનાલ હળવદ તાલુકાના માથક ગામેથી પસાર થઈ છે. કેનાલ પર નાળુ બનાવેલ નાળુ ઘણા સમયથી બિસ્માર અને જર્જરીત હાલતમાં છે. નાળા પર સળિયા બહાર દેખાય છે જેના કારણે વાહનચાલકો અને ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. અંગે ઘનશ્યામભાઈ, વિપુલભાઇ વગેરે જણાવ્યું કે માથક ગામ નજીક પસાર થયેલ નર્મદા કેનાલ પરનુ નાળુ જર્જરીત હોવાથી ધરાશય થવાની દહેશત છે. ત્યારે તંત્ર દ્વારા બિસ્માર નાળાનુ સત્વરે સમારકામ કરે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...