તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • મોરબી આસપાસના ગામોમાં બે દિવસ ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ

મોરબી-આસપાસના ગામોમાં બે દિવસ ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીજિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યા બાદ થોડા દિવસ વિરામ લીધો હતો જોકે મંગળવારથી મોરબીમાં વરસાદી માહોલ જામ્યો છે બુધવારે સવારથી ધીમીધારે વરસતા વરસાદે મોરબી વાસીઓમાં આનંદ ફેલાવી દીધો છે. જેમાં આજ સવારના વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં મોરબીમાં મી.મી. અને હળવદમાં મી.મી.વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ તા. ૧૪ અને ૧૫ ના રોજ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને ધ્યાનમાં લઈને ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કલેકટર કચેરી મોરબી દ્વારા જીલ્લાના વર્ગ તથા વર્ગ અધિકારીઓને મંજુરી સિવાય હેડ ક્વાર્ટર ના છોડવા માટેની સુચના આપી દેવામાં આવી છે તેમજ સંભવત ભારે વરસાદની આગાહી અન્વયે ભૂતકાળના અનુભવો તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ કાર્યવાહી કરવાની થતી હોય જરૂરી સાધનોની ચકાસણી કરી ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત પૂર્વતૈયારી કરી લેવા માટેની સુચના જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા આપવામાં આવી છે.

શહેર અને તાલુકામાં આખો દિવસ સવારથી ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો હતો

અન્ય સમાચારો પણ છે...