તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદ 500 વૃદ્ધ લાભાર્થીને પેન્શન માટે પણ ધરમધક્કા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્રસરકાર અને રાજ્ય દ્વારા અંતર્ગત વૃધ્ધ સહાય યોજના બહાર પડે છે. પરંતુ લાભાર્થીને સમયસર સહાય યોજનાની રકમ નહી મળતી હોવાની હળવદ તાલુકા માં ફરિયાદ ઉઠી છે. હળવદ તાલુકામાં 60 વર્ષથી ઉપરની ઉમરના વ્યક્તિઓને ઇન્દીરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના અંતર્ગત મહિને 400 રૂપિયા મળતા હતા. પરંતુ છેલ્લા 5 માસથી 500 જેટલા વૃધ્ધ લાભાર્થીઓના ખાતામાં પૈસા નહી મળતા હોવાથી વૃધ્ધોને ધરમધક્કા થઇ રહ્યાં છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના વૃધ્ધલોકો ને વિવિધ કલ્યાણબકારી યોજના દ્વારા સહાય પુરી પાડે છ઼ે . જેમાં શરૂઆતમાં લાભાર્થીઓને નિયમિત સહાયની રકમ મળે છે. પરંતુ થોડા સમય બાદ લાભાર્થીઓને સહાય માટે ધરમધક્કા ખાવા પડતા હોય છે. તેવો ઘાટ હળવદ તાલુકામાં સર્જાયો હતો. થોડા સમય પહેલા હળવદ તાલુકાના 500 જેટલા લાભાર્થી સરકારની સમાજ કલ્યાણ ખાતામાંથી ઇન્દીરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજનાના અરજીફોર્મ મામલતદાર કચેરી અને નગરપાલિકામાં ભર્યા હતા. પરંતુ હાલ એપ્રિલ 2016થી એટલે કે 5 માસથી કોઇ લાભાર્થીઓને વૃધ્ધ પેન્શન યોજનાની રકમ જમા નહી થતા લાભાર્થીઓ રોષે ભરાયા હતા.

અંગે માનસંગભાઇ મકવાણા , સવજીભાઇ , રામુબેન રાજપરા, ધનીબેન નાડીયા સહિતનાઓના જણાવ્યા પ્રમાણે અમો દર મહિને બેન્કમાં અમારા વૃધ્ધ પેન્શન યોજનાની રકમ ઉપાડવા માટે જઇએ છીએ પરંતુ બેન્કના અધિકારીઓ કહે છે કે તમારા ખાતામાં રકમ જમા નથી થઇ. આથી અમો મામલતદાર કચેરીએ ધક્કો ખાધો જ્યાં અમોને એમ કહેવામાં આવ્યુ કે ગ્રાન્ટ આવી નથી આથી અરજદારો બેન્ક થી મામલતદાર કચેરીએ ધરમ ધક્કા ખાઇને વીલા મોઢે પરત આવે છે.

ઇન્દીરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજનાના અનેક લાભાર્થી વંચિત રહેતાં હાલાકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો