• Gujarati News
  • કેનાલમાં કપડા ધોવા ગયેલી પરિણીતાનું ડૂબી જતા મોત

કેનાલમાં કપડા ધોવા ગયેલી પરિણીતાનું ડૂબી જતા મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદજીઆઈડીસીની ફેકટરીમાં મીઠાની મજૂરી કામ કરતા અને મૂળ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રાધનપુર ગામના શોભનાબેન ધરમશીભાઈ ઠાકોર પરિવાર સાથે રહેતા હતાં. ત્યારે શોભનાબેન મજૂરી કામ કરીને હળવદ જીઆઈડીસી પાછળ પસાર થતી મોરબી બ્રાંચની નર્મદા કેનાલમાં કપડા ધોવા ગયા હતાં. સમયે કેનાલમાં લીલ જામેલી હોવાથી એકાએક શોભનાબેનનો પગ લપસી જતાં કેનાલનાં ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં. ટીકર ગામની તરવૈયાની ટીમે બે કલાકની જહેમત બાદ મૃતક શોભનાબેનની લાશ પાણીમાંથી બહાર કાઢી હતી.