તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મયૂરનગર ગામનો કોઝવે તૂટતા ત્રણ ગામના લોકોને હાલાકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હળવદતાલુકાના મયૂરનગર ગામ પાસે જર્જરીત કોઝવે પર બ્રાહ્મણી ડેમનુ પાણી ખેડૂતોના રવિ પાક માટે છોડાયુ હતું. આથી કોઝવે પર તૂટી જતા ત્રણ ગામના વાહનચાલકો વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવી પડી હતી. ત્યારે તંત્ર દ્રારા સત્વરે તૂટેલ કોઝવેનુ સમારકામ કરે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે.

હળવદ તાલુકાના અમુક ગામોના રસ્તા અને નાળા કોઝવે બિસમાર હાલતમાં હોવાથી ફરિયાદ તાલુકાવાસીઓની માંગ ઉઠવા પામી છે ત્યારે હળવદ તાલુકાના મયૂરનગર ગામનો કોઝવે ઘણા સમયથી બિસમાર અને જર્જરીત હાલતમાં છે. જેમાં બે દિવસ પહેલા હળવદ તાલુકાની બ્રાહ્મણી ડેમ દ્રારા રવિ પાક માટે ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે તે માટે પાણી છોડાયુ હતું. આથી પાણીના પ્રવાહ મયૂરનગર ગામના કોઝવે પર પસાર થતા કોઝવે તૂટી જતા દોડધામ મચી ગઇ છે. અંગે ગામના વિષ્ણુંભાઈ દલવાડી, બાબુભાઈ મકવાણા જણાવ્યા પ્રમાણે અમારા ગામનો કોઝવેમાં ગાબડા પડયા હતાં. આથી ચાડધ્રા રાયસંગપુર અમરાપર સહીતના ત્રણ ગામના વિદ્યાર્થી ખેડૂતો વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા તૂટેલો કોઝવે સત્વરે નવો બનાવે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે.

મયૂરનગર ગામે કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે તૂટ્યો હતો.

બ્રાહ્મણી નદીમાંથી પાણી છોડતા કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો