જૂના દેવળિયામાં 4લાખની ચોરી
હળવદ:હળવદના જૂનાદેવળીયા ગામની ગમગવારની દુકાનમાં 9 જુલાઈની રાત્રિએ તસ્કરોએ દુકાનના તાળા તોડી પ્રવેશ કરી 140 કોથળા 650 મણ ગમગવાર જેની કિંમત રૂ. 4,87,500નો મુદ્દામાલ ચોરી ગયા હતાં. બનાવ અંગે દુકાન માલિક દીપકભાઈ પટેલે હળવદ પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારે હળવદ પી.એસ.આઈ. એમ.પી.વાળા ઘટનાસ્થળે દોડી ગયા હતાં. આજુબાજૂના વિસ્તારના તાલુકામાં જુદી જુદી ટીમો બનાવી તસ્કરોને પકડવા ચક્રગતિમાન કર્યા હતાં.