બાળકોએ સફાઇ શરૂ કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોએ સફાઇ શરૂ કરી

વઢવાણ|શહેરનાં સતવારા પરામાં સફાઇનાં અભાવે ગંદકીએ માઝા મૂકતા વંદેમાતરમ શાળાના બાળકોએ સફાઇ અભિયાન હાથ ધર્યું હતું. શાળાના આચાર્ય મહાદેવભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ 100 બાળકોએ સતવારાપરામાં અંબાજીનું મંદિર, આથમણી શેરીમાં સફાઇ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીતાબેન, મહાદેવભાઈ, નીલાબેન, દક્ષાબેન જહેમત ઉઠાવી હતી.

1600 દર્દીઓએ લાભ લીધો

હળવદ|જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી, હળવદ એપીએમસી, સરકારી હોસ્પિટલ અને સ્વ. નવીનચંદ્ર કોઠારી પરિવારના આર્થિક સહયોગથી હળવદમાં રવિવારે યોજાયો હતો. ડાયાબીટીશ-આંખના રોગના 1600 દર્દીઓએ લાભ લીધો હતો. ઉર્વશીબેન પંડ્યા, વિપુલભાઇ એરવાડીયા, ટીનાલાલ કોઠારી, ડો. અશ્વીનભાઇ આદ્રોજા, ડો. હસમુખભાઇ પટેલ, કરશનભાઇ સહિત ઉપસ્થિત રહ્યા હતા.