તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • Halvad
 • હળવદમાં જનતા રેડ : બૂટલેગરોને બદલે પોલીસે પાટીદારને માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદમાં જનતા રેડ : બૂટલેગરોને બદલે પોલીસે પાટીદારને માર્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેવાળીયા ચોકડી નજીક રૂ.99600નો મુદ્દામાલ જપ્ત

નવો કિમીયો: રિંગણાની આડમાં સંતાડેલ દારૂ જપ્ત

હળવદનાભવાનીનગર વિસ્તારમાં દારૂના અડા પર કિષ્નાપાર્કના રહીશો જનતા રેઈડ કરવા ગયા હતા. ત્યારે બુટલેગરો અને કિષ્નાપાર્કના રહીશો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં કિષ્નાપાર્કના રહીશોએ બૂટલેગરને માર મારતા હતા. ત્યારે હળવદ પી.એસ.આઈ દોડી જઇને પાટીદાર યુવાનને લાફો મારતા મામલો વધુ બિચક્યો હતો ત્યારે પાટીદાર સમાજના લોકોના ટોળા રસ્તા પર ઉતરી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો

હળવદના ભવાનીનગર વિસ્તારમાં દેશી દારૂના ઠેર ઠેર હાટડા ચાલી રહ્યા છે ત્યારે હળવદના કિષ્નાપાર્ક સોસાયટીના રહીશો દ્વારા દારૂના હાટડા બંધ કરવા મામલે અનેકવાર પોલીસને રજુઆત કરી હતી. પરંતુ શહેરમાં ધમધમતા દારૂના હાટડા બંધ થયા હતા. આથી કિષ્નાપાર્કના રહીશો દ્વારા ભવાનીનગર વિસ્તારમાં દારૂના અડા પર જનતા રેઈડ કરવા ધસી ગયા હતા. જેમાં બુટલેગરો અને કિષ્નાપાર્કના યુવાનો વચ્ચે બોલાચાલી થતા ઝગડો ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું હતું. કિષ્નાપાર્કના રહીશો દ્વારા બુટલેગરને માર મારતા મામલો બિચક્યો હતો. સમયે હળવદ પી.એસ.આઈ. મહેન્દ્રભાઈ ચાવડા દોડી આવતા બૂટલેગરો અને દારૂના સેવન કરનાર ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યાં બુટલેગરોને કિષ્નાપાર્કના રહીશો દ્વારા માર મારતા પી.એસ.આઈએ માર મારવાની ના પાડી હતી. જેમાં પાટીદાર યુવાન દેવેન્દ્રભાઈ પટેલને પી.એસ.આઈ. મહેન્દ્રભાઇ ચાવડાએ લાફો માર્યો હતો. આથી સોસાયટીના રહીશો અને પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો થોડી વારમાં કિષ્નાપાર્કના રહીશો રસ્તા પર ઉતરી જતા ટ્રાફિક જામતા દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતા ડી.વાય.એસ.પી. કે.બી.ઝાલા એન.બી.ડાભી ભરતસિંહ પરમાર સહીતના પી.એસ.આઈ. દોડી આવતા મામલો શાંત પડ્યો હતો.

હળવદ પંથકમાં એલ.સી.બી પી.એસ.આઈ બી.આર. પરમારને બાતમી મળી હતી. આથી એલ.સી.બી પોલિસના મહેશભાઈ બાલાસરા વિક્રમસિંહ બોરાણા સહીતના હળવદ તાલુકાના દેવળિયા ગામની ચોકડી નજીક હોટલ પાસે વોચ ગોઠવી હતી. જેમાં યુટીલીટી ગાડી પાછળ રીંગણાની આડમાં 300 નંગ વિદેશી દારૂની બોટલ 96 નંગ બિયરના જથ્થો પકડાયો હતો. જ્યારે રૂ.99600નો મુદ્દામાલ જપ્ત કરીને દેવળિયા ગામના વિજયભાઈ જયંતિભાઈ પટેલ આશિફ ઉર્ફ અશોક ઈકબાલભાઈ મુલતાની સામે કાર્યવાહી હાથ ધરેલ હતી. બનાવમાં બે આરોપી નાસી છુટ્યા હતા.

કારમાં દારૂની રેઈડ કરેલ બોટલ હતી : પી.એસ.આઈ.

^આઅંગે હળવદ પી.એસ.આઈ. મહેન્દ્રભાઈ ચાવડાને પૂછતા તેઓએ જણાવેલ કે મે હળવદ નજીક વાડી વિસ્તારમાંથી રેઈડ કરી હતી. તે દારૂની બોટલ મારી ગાડીમાં હતી. મને બદનામ કરવા માટે મારી પર ખોટા આરોપ રહીશોએ લગાવ્યા છે.

હળવદ PSIની ગાડીમાં દારૂની બોટલથી ચકચાર

હળવદકિષ્નાપાર્ક સોસાયટીમાં પી.એસ.આઈ. અને રહીશો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં પી.એસ.આઈ ખાનગી કારને રહીશોએ ઘેરી લીધી હતી. જ્યારે પી.એસ.આઇની ખાનગી કારમાં બે દારૂની બોટલ મળી આવતા ચકચાર ફેલાઇ હતી.

પાટીદાર યુવાને બૂટલેગરને માર મારતા પોલીસ સાથે ઘર્ષણ

પી.એસ.આઇએ લાફો ઝીંકી દેતા ભારે આક્રોશ : ટ્રાફિક જામ

હળવદ પંથકમાં સોસાયટીના રહીશોએ જનતા રેડ કરી દારૂ પકડી પાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો