તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદમાં રમઝાન માસમાં મસ્જિદ પાસે ગંદકીના ઢગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદનાદરબાર નાકે આવેલ મુસ્લીમ સમાજની કસ્મા મસ્જીદ પાસે ગંદકીના ઢગ જોવા મળે છે. હાલ મુસ્લીમ સમાજનો હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે રમઝાન મહિનામાં ગંદકીના ઢગથી મુસ્લીમ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલ મુસ્લીમ સમાજનો રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં મુસ્લીમ ભાઈઓ કસ્મા મસ્જીદે આવતા હોય છે. ત્યારે મસ્જીદની સામે પ્લાસ્ટીક થેલી, કચરો, ખાદ્ય ખોરાક, કાગળ, પ્લાસ્ટીક કપ સહીતના કચરાનો ઢગ પડ્યો હોવાથી મુસ્લીમ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અંગે મહમદભાઈ, રફીકભાઈ, ઈકબાલભાઈ સહીતનાઓે જણાવ્યુ કે, હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. પરંતુ તેવા સમય મસ્જીદની સામે ગંદકી હોવાથી તીવ્ર ગંધ મારે છે. ત્યારે પાલિકા દ્વારા સત્વરે ગંદકીના ઢગ હટાવાય તેવી અમારા મુસ્લીમ સમાજની માંગ છે.

ગંદકીના ઢગથી લોકોને ભારે હાલાકી

અન્ય સમાચારો પણ છે...