• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • અનેક ખેતરોમાં રહેલા ખેડૂતોના પાકને નુકશાન થવાની દહેશત

અનેક ખેતરોમાં રહેલા ખેડૂતોના પાકને નુકશાન થવાની દહેશત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદના રણકાંઠાના 12 ગામમાં જંગલી જાનવરોનો ત્રાસ વધ્યો

હળવદતાલુકાના રણકાંઠાના વિસ્તારમાં ખેડૂતો નર્મદાના નીર થકી અનેક પાકોનુ વાવેતર કરી મખબલ કમાણી કરવાનુ સપનુ હોય છે. હાલ ખેડૂતોએ ઘંઉ, જીરૂ, વરિયાળી સહીતના રવિપાકોનુ વાવેતર કર્યું છે. ત્યારે ખેતરો, વાડીઓમાં રોઝ, ખચ્ચર, ગધેડા, ભૂંડ, નીલગાયો જેવા જંગલી જાનવરો રાત્રિના સમયે ખેતરોમાં રહેલા ઉભા પાકોમાં ઘૂસી જઇને નુકશાન પહોચાડે છે.

આથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંગે ખેડૂત જટુભા ઝાલા, બેચરભાઈ, ત્રિકમભાઈ, વગેરેએ જણાવ્યું કે હળવદ તાલુકાના બોયડી, ઈંગોરાળા, ઈશનપુર, લીલાપુર, કિડી, મિયાણી, ટીકર, ખોડ, અજીતગઢ, માનગઢ, અમરાપર, ઘાંટીલા સહીત 12 જેટલા ગામડાઓમાં જંગલી જાનવરોએ ત્રાસ ફેલાવ્યો છે. જેના કારણે ખેતરોમાં રહેલા ખેડૂતોના પાકને નુકશાન થવાનો ભય પેદા થયો છે. આથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...