• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • ભાસ્કર િવશેષ | 3 વર્ષથી અવાડો બન્યો છતા પશુઓને પીવાનું પાણી નહીં મળતા પશુપાલકોમાં રોષ : સત્વરે અવા

ભાસ્કર િવશેષ | 3 વર્ષથી અવાડો બન્યો છતા પશુઓને પીવાનું પાણી નહીં મળતા પશુપાલકોમાં રોષ : સત્વરે અવાડા પાણીથી ભરવા માંગણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદતાલુકાના નવા માલણીયાદ ગામે મૂંગા પશુઓને પીવાનુ પાણી મળી રહે તે માટે અવાડો બનાવવામાં આવ્યો છે. પરંતુ ત્રણ વર્ષથી અવાડામાં પાણી નહી ભરાતા મુગા પશુઓની હાલત કફોડી બની છે.

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામના મુંગા પશુઓને પીવાનુ પાણી મળી રહે તે માટે ત્રણ વર્ષ પહેલા ગામમાં અવાડો બનાવ્યો હતો. પરતુ્ ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો છતા અવાડામા પંચાયત દ્વારા પાણી ભરવામાં નહી આવતા મુગા પશુઑની હાલત કફોડી બની હતી. જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમા પશુઓ પાણી માટે વલખા મારવા પડ્યા હતા. અંગે ગામના પશુપાલક જગદીશભાઈ, ગિરીશભાઈ જણાવ્યા પ્રમાણે કે અમારા ગામના આશરે 800 થી 1000 જેટલા મુંગાપશુઓ છે. પરંતુ અવાડામાં પંચાયત દ્વારા પાણી નહી ભરતા અમારા પશુઓ પાણી માટે જ્યાં ત્યાં ભટકવુ પડે છે. આથી પંચાયત દ્વારા સત્વરે અવાડા પાણીથી ભરે તેવી ગામલોકોની માંગ ઉઠી છે.

માલણીયાદ ગામનો અવાડો પાણી વિના ખાલીખમ જોવા મળે છે. જેથી લોકોમાં રોષ જોવા મળે છે.

માલણીયાદના અવાડા ખાલી, પશુઓની હાલત કફોડી

અન્ય સમાચારો પણ છે...