તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સગા પિતાએ વારંવાર દુષ્કર્મ આચરતા પુત્રીનો આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાજિલ્લાના આદિવાસી દંપતિ ખેતમજૂરી કામ કરવા હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામની સીમમાં ઘણા સમય રહેતા હતાં. આદિવાસીની શખ્સની પહેલી મૃતક પત્નીની સગીર પુત્રી હતી. પરંતુ સગીર પુત્રી સાથે પિતાએ વારંવાર દુષ્કર્મ આચરતા કંટાળેલી પુત્રીએ ઝેરી દવા પીને મોતને વ્હાલુ કરતા ચકચાર ફેલાઇ હતી. બનાવમાં મૃતકની સાવકી માતાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મૂળ વડોદરા જિલ્લાના ત્રાજપુરા ગામના આદિવાસી અશોકભાઈ દિક્ષીતભાઈ ભીલ હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામની વાડીમાં ખેતમજૂરી કામ કરી પેટયુ રળતા હતાં. ત્યારે અશોકભાઈને પહેલી પત્નીને એક પુત્રી હતી પરંતુ તેમની પત્નીનું મોત થયુ હતું. ત્યારબાદ સગીર પુત્રી અને બીજી પત્ની રાધાબેન સાથે અશોકભાઈ રહેતા હતાં. પરંતુ પિતા અશોકભાઈએ સગીરપુત્રીની મરજી વિરૂદ્ધ વારંવાર દુષ્કર્મ આચરીને હવસનો શિકાર બનાવતા પુત્રી ત્રાસી ગઇ હતી. આથી કંટાળીને શુક્રવારે રાત્રે ઝેરી દવા પીને પુત્રીએ મોતને વ્હાલુ કરતા હળવદ પંથકમાં ચકચાર ફેલાઇ હતી. બનાવમાં મૃતક સગીરપુત્રીની સાવકી માતા રાધાબેને પુત્રીને મરવા માટે મજબૂર કર્યાની પતિ અશોકભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો