તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • Halvad
 • મોરબી જિ.પંચાયતમાં ગામડાની સમસ્યા સંબંધી 200 જેટલા પ્રશ્નોનો વરસાદ થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી જિ.પંચાયતમાં ગામડાની સમસ્યા સંબંધી 200 જેટલા પ્રશ્નોનો વરસાદ થયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીજિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના તમામ ગામોમાં પ્રશ્નો સાંભળવા માટે સોમવારે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો ઉપરાંત તમામ ગામના સરપંચોને પણ તેના ગામના પ્રશ્નો રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા તો પંચાયતના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં જિલ્લાના પાંચેય તાલુકામાંથી ૨૦૦ જેટલા પ્રશ્નોનો વરસાદ થયો હતો જેમાં ટીડીઓની ખાલી જગ્યા, જર્જરિત આંગણવાડી, જર્જરિત પંચાયતના મકાન સહિતના પ્રશ્નો રજુ કર્યા હતા. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જાકાસણીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં તમામ ગામના સરપંચો ઉપરાંત પંચાયતોના સદસ્યોએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજુ કર્યા હતા જેમાં મોરબી તાલુકાના ૩૫, ટંકારાના ૪૦, હળવદના ૫૧, વાંકાનેરના ૪૦ અને માળિયા (મી.) તાલુકાના ૨૭ મળીને ૨૦૦ જેટલા પ્રશ્નો રજુ થયા હતા જેમાં ગામડાઓમાં અનિયમિત તલાટી, ગ્રામસેવકની ખાલી જગ્યાઓ, ટીડીઓની ખાલી જગ્યા, પશુ નિરીક્ષકોની ભરતી, પીવાના પાણી તેમજ શોચાલયની સહાયના નાણા સમયસર ના મળવા, શાળાની દીવાલ બનાવવી, પશુઓ માટે પીવાના પાણીની સમસ્યા અને સીસીરોડ બનાવવા સહિતના પ્રશ્નોનો વરસાદ થવા પામ્યો હતો. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની બોડીએ શાસન સાંભળ્યા બાદ પ્રથમ વખત સદસ્યો અને સરપંચોને તેમના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવા માટે બોલાવ્યા હતા ત્યારે પંચાયતના પ્રમુખે પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી અને પ્રશ્નોના વહેલી તકે નિકાલ થાય તે માટે આયોજન કરવા પર પણ ભાર મુક્યો હતો.

ક્યા તાલુકા માથી કેટલા પ્રશ્નો મૂકાયા

મોરબીતાલુકા 35

વાંકાનેર તાલુકા 40

માળિયા તાલુકા 27

ટંકારા તાલુકા 40

હળવદ તાલુકા 51

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો