તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીકર-ઘાટીલા રોડ વચ્ચેના કોઝવે પર ગાબડું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદતાલુકાના વિકાસ હરણફાળ ગતિએ થઇ રહ્યો છે. પરંતુ અમુક ગ્રામીણ વિસ્તારના રસ્તા કોઝવે બિસ્માર હાલતમાં હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે હળવદ તાલુકાના ટીકર ઘાટીલા ગામ વચ્ચેનો હાઇવે રોડ પર કોઝવે પર મસમોટુ ગાબડુ પડતા વાહન ચાલકો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આથી તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

હળવદ તાલુકામાં પ્રાથમિક સુવિધા હોવાની બૂમરાડો ઉઠી છે. જેમાં અમુક ગામ ના રસ્તા, કોઝવે બિસ્માર અને જર્જરીત હોવાથી સ્થાનિક રહીશો પરેશાન છે. ત્યારે હળવદ તાલુકાના ટીકર અને ઘાટીલા હાઇવે રોડ પર આવેલ કોઝવે પર મસમોટુ ગાબડુ પડતા વાહન ચાલકો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હાલ ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે ઉપરવાસમાં પાણીની આવક થાય ત્યારે ગાબડામાં પાણી ભરાયેલ હોવાના કારણે વાહન ચાલકોને અક્સમાત થવાનો ભય સતાવી રહ્યો છે. તેમજ ખેડૂતોને ખેતર વાડી તેમના વાહનો લઇને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓને હોસ્પીટલે લઇ જવા માટે રાત્રીના સમયે અંધારામાં મસમોટુ ગાબડુ અકસ્માત સર્જી શકે છે. અંગે ધર્મેશભાઇ, વિજયભાઇ સહિતનાઓએ જણાવ્યું કે વહેલી તકે તંત્ર દ્વારા ગાબડાનું સમાર કામ કરવી લેવાય તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠવા પામી છે.

હળવદ તાલુકાના ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ-કોઝવે બિસ્માર, સ્થાનિક રહીશો પરેશાન

હળવદ તાલુકાના ટીકર અને ઘાટીલા હાઇવે રોડ પર આવેલ કોઝવે પર મસમોટુ ગાબડુ પડતા વાહન ચાલકો અને ખેડૂતોને હાલાકી તસવીર-કિશોર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો