તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલના ખેડૂત સજીવ ખેતીથી લે છે ઘિસોડાનો મબલખ પાક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઘિસોડાની સિઝન માત્ર દોઢથી બે માસ ચાલે છે: બે વીઘામાં, 400 બીનું કર્યું હતું વાવેતર

હિમાંશુ પુરોહિત: ગોંડલ

કુદરતતો આપવા માટે હંમેશા તૈયાર હોય છે, જરૂર છે માત્ર તેના નિયમોને અનુસરીને ચાલવાની. જો કોઇ મનથી એવો નિશ્ચય કરી લે કે ટપક સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ કરી, પાણીનો ખપ પૂરતો ઉપયોગ કરીને મબલખ પાક કેમ લઇ શકાયω તો હેતુ સિધ્ધ કરવો કંઇ અઘરો નથી જ. બાબતને ગોંડલના એક પ્રગતિશીલ ખેડૂતે સાર્થક કરી બતાવી છે. શહેરની સાટોડિયા સોસાયટીમાં રહેતા અને કોટડા સાંગાણી રોડ પર મેલડી માતાના મંદિર પાસે ખેતી ધરાવતા ખેડૂતે બે વીઘા જમીનમાં ટપક સિંચાઇ પધ્ધતિથી ઘીસોડાનું વાવેતર કર્યું હતું અને હાલ તો દરરોજ તે મબલખ પાક ઉતારી રહ્યા છેે.

ઘીસોડાની સિઝન આમ તો દોઢથી બે માસ ચાલતી હોય છે. અગાઉ તેઓ દૂધીનું વાવેતર કરતા હતા અને ઓણસાલ તેમણે ઘીસોડાના 400 ગ્રામ બી બે વીઘા ખેતરમાં વાવ્યા હતા અને તેમાંથી દરરોજ તેઓ 100 કિલો ઘીસોડાનો મબલખ પાક ઉતારી રહ્યા છે.

ટપક પધ્ધતિ દ્વારા રોજના 100 કિલો તૂરિયાં ઉતારે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો