તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • મહાશિવરાત્રીના પાવન દિવસે 7 માર્ચને સોમવારે ગોંડલમાં શિવ પરિવાર દ્વારા

મહાશિવરાત્રીના પાવન દિવસે 7 માર્ચને સોમવારે ગોંડલમાં શિવ પરિવાર દ્વારા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાશિવરાત્રીના પાવન દિવસે 7 માર્ચને સોમવારે ગોંડલમાં શિવ પરિવાર દ્વારા ભીડભંજન મહાદેવના મંદિરમાં રાત્રીના 10 થી 12 દરમિયાન ધૂન સંકીર્તન યોજાશે. શિવરાત્રીના પાવન પર્વે ગોંડલના શિવ મંદિરોમાં સવારથી ભાવિકોની ભારે ભીડ ઊમટી પડે છે. ગોંડલના પ્રસિધ્ધ સુરેશ્વર મંદિર, ગોપનાથ મંદિર, નિલકંઠ મંદિર, જાગનાથ મંદિર સહિતના શિવ મંદિરોમાં મહાઆરતી, સુશોભન, શણગાર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. શિવ પરિવાર દ્વારા યોજાનારા કાર્યક્રમમાં ભજનિક નટુભાઇ રાવલ, તરુણભાઇ રાજ્યગુરુ, ભીખુભા જાડેજા, જયકરભાઇ ખજુરવાળા, રાજુભાઇ મણિયાર સહિતના કલાકારો ભાગ લેશે. સાથે ચાર પ્રહરની પૂજા કરાશે.

મહાશિવરાત્રીના પાવન દિવસે શિવ પરિવાર દ્વારા ધૂન સંકીર્તન યોજાશે

અન્ય સમાચારો પણ છે...