તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Gondal
 • ગોંડલમાં અંધાધૂંધ ફાયરિંગ, એકને ઈજા ટોળાંના વળતા હુમલામાં વેપારીનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલમાં અંધાધૂંધ ફાયરિંગ, એકને ઈજા ટોળાંના વળતા હુમલામાં વેપારીનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોંડલશહેરના ચોરડી દરવાજા ચોક વિસ્તારમાં રાત્રીના બે જૂથ વચ્ચે માથાકૂટ થતાં અંદાજે 10 રાઉન્ડ ફાયરિંગ થતાં શહેરભરમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. બનાવમાં એક યુવાનને ઇજા થવા પામી હતી. બનાવ બાદ અન્ય જૂથ પણ ઘાતક હથિયારો સાથે શહેરભરમાં ફરી વળી ભયનો માહોલ સર્જી દીધો હતો. ટોળાંએ ત્રણ ખૂણિયા નજીક એક વેપારી યુવાનના માથામાં બોથડ પદાર્થ ઝીંકી દેતાં તેનું મોત નીપજ્યું હતું.

શહેરના ચોરડી દરવાજા રોડ પર લોકોની ચહલ પહલ વચ્ચે ગુરુવારે રાત્રીના 9 વાગ્યા આસપાસ નંબર પ્લેટ વગરની ઝાયલો કારમાં ધસી આવેલા શખ્સો અને મુસ્લિમ યુવાન વચ્ચે કોઇ બાબતે માથાકૂટ થતાં ઉશ્કેરાયેલા શખ્સોએ ફાયરિંગ કરતા ઇમરાન કરીમભાઇ કટારિયા નામના યુવાનને પગમાં અને ગળાના ભાગમાં ઇજા થઈ હતી. ફાયરિંગ કરી હુમલાખોરો કારમાં ફરાર થઇ ગયા હતા. શખ્સોએ 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યાનું લોકમુખે ચર્ચાતું હતું. ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયો છે.

બીજી તરફ અા બનાવની વાયુવેગે શહેરમાં વાત પ્રસરી ગઇ હતી અને અન્ય એક જૂથ પણ વળતો જવાબ આપવા 100થી વધુ લોકો ઘાતક હથિયારો લઇ જીપ અને મોટરસાઇકલ ઉપર નીકળી પડ્યા હતા અને ચોરડી દરવાજા ચોકથી ત્રણ ખૂણિયા સુધીના વિસ્તારમાં ઘૂમી વળતા લોકોમાં ભયનો માહોલ સર્જાઇ ગયો હતો. દરમિયાન જૂના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો વ્યવસાય કરતા સંજયભાઇ ભાદાણી નામના યુવાન પસાર થતા હતા. ત્યારે ટોળાંએ તેમના પર બોથડ પદાર્થ ઝીંકી દેતાં તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. નિર્દોષ યુવા વેપારીની હત્યા કર્યા બાદ હથિયારધારી ટોળું ભોંભીતર થઇ ગયું હતું. બનાવને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો