તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Gondal
 • મોડીરાત્રે પાટીદારોના જંગી ટોળાં જામ્યા: આજે ગોંડલ બંધનું એલાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડીરાત્રે પાટીદારોના જંગી ટોળાં જામ્યા: આજે ગોંડલ બંધનું એલાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોંડલમાંગુરુવારે રાત્રે બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટ અને ફાયરિંગની ઘટના બાદ ખુલ્લા હથિયારો સાથે નીકળી પડેલા ટોળાંઅે તલવારો વીંઝતા જૂના માર્કેટયાર્ડમાં વ્યવસાય કરતા નિર્દોષ વેપારીનું મોત નીપજ્યું હતું. બનાવના વિરોધમાં પાટીદારો દ્વારા શુક્રવારે ગોંડલ બંધનું એલાન અપાયું છે. પાટીદાર આગેવાનોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી વેપારીના હત્યારા નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં અાવશે નહીં.

ગોંડલના ચોરડી દરવાજા વિસ્તારમાં ઝાયલો કારમાં ધસી આવેલા શખ્સોએ ઇમરાન કરીમ કટારિયા ઉપર ફાયરિંગ કર્યુ હતું. બનાવ બાદ વળતો હુમલો કરવા ધસી આવેલા જૂથે ચોરડી દરવાજા ચોકથી ત્રણ ખૂણિયા સુધીના વિસ્તારમાં તલવાર અને અન્ય ઘાતક હથિયાર વીંઝતા બૂમાબૂમ કરતા નીકળી પડ્યા હતા. દરમિયાન ત્રણ ખૂણિયા પાસેથી પસાર થતાં જૂના માર્કેેટયાર્ડમાં વેપાર કરતા સંજયભાઇ ભાદાણી પર બોથડ પદાર્થ વીંઝતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવના વિરોધમાં પાટીદાર સમાજના અગ્રણીઓ જગદીશભાઇ સાટોડિયા તથા પ્રવીણ રૈયાણી દ્વારા ગોંડલ બંધનું એલાન અપાયું છે. બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હોય પોલીસે તેના આધારે પણ તપાસ શરૂ કરી છે.

નિર્દોષ વેપારીની હત્યાથી શહેરીજનોમાં ભભૂકતો રોષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો