ગોંડલ પાસેનું ડીહાઇડ્રેશન કારખાનું બંધ કરવા હુકમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરનામાર્કેટ યાર્ડ ખાતે તાજેતરમાં યોજવામાં આવેલા તાલુકા લોક સંવાદ સેતુમાં પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા હાઇવે પરના ડિહાઇડ્રેશન કારખાના દ્વારા ફેલાવવામાં આવતાં પ્રદૂષણ અંગે ફરિયાદ કરવામાં આવતાં તેના પગલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાકીદે કારખાનું બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

શહેરના નેશનલ હાઇવે પર આવેલા પરદેશ ડિહાઇડ્રેશન કંપની દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું હોવાથી પાલિકાના પૂર્વ પ્રમુખ મનસુખ સખિયા દ્વારા અનેક વાર રજૂઆતો કરાઇ હતી, અને તાજેતરમાં તો લોક સંવાદ સેતુમાં પણ પ્રશ્ન ઉઠાવાયો હતો. જેમાં મંત્રી વસુબેન ત્રિવેદીએ યોગ્ય પગલાં લેવા બોર્ડના અધિકારીઓને જણાવ્યું હતું,જેના પગલે બોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતાં કંપની દ્વારા વાસ્તવમાં પ્રદૂષણ ફેલાવવામાં આવતુ હોવાનું જાહેર થતાં બોર્ડના પર્યાવરણ ઇજનેર યુ.કે.ઉપાધ્યાયે પાણી અધિનિયમ 1974ની કલમ 33 અંતર્ગત 30 દિવસની અસરથી કારખાનું બંધ કરવા હુકમ કર્યો છે. પરદેશ ડિહાઇડ્રેશન કારખાનું પ્રદૂષણયુક્ત પાણીનો ખુલ્લેઆમ નિકાલ કરતું હતું જેના લીધે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઇ જવા પામી હતી અને રહેવાસીઓને ઘરમાં રહેવું પણ દુષ્કર બની ગયું હતું.

પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું કડક વલણ

અન્ય સમાચારો પણ છે...