તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેતાખંભાળિયાના વિદ્યાર્થીને ભણતરનાે ભાર ભરખી ગયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાનામેતાખંભાળિયા ગામે રહેતા અને મોટી ખીલોરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 17 વર્ષના વિદ્યાર્થીએ ભણતરના ભારથી કંટાળી પોતાના ઘેર ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બે દિવસ પહેલા તાલુકાના બાંદરા ગામની 11 વર્ષની બાળાએ પણ ભણતરના ભારથી કંટાળી આત્મહત્યા કરી લીધી હતી.

ગોંડલ તાલુકામાં આવા કુમળી વયના બે વિદ્યાર્થીઓએ આત્મહત્યાનો માર્ગ અખત્યાર કરી લીધો છે. તાલુકાના મેતાખંભાળિયા ગામે રહેતા અને મોટી ખીલોરીની પ્રાથમિક શાળામાં ધો.9મા અભ્યાસ કરતા વિદ્યાર્થી ગોવિંદ નાથાભાઇ મારૂએ પોતાના ઘેર ફાંસો ખાઇ લેતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા બાંદરા ગામની 11 વર્ષની બાળાએ પણ ભણતરના ભારથી કંટાળી આત્મહત્યા કરી લીધી હતી.

ગોવિંદ ઉદાસ રહેતો હતો

ઘટનાનીતપાસચલાવી રહેલા હેડ કોન્સ્ટેબલ ડી.યુ. જાડેજાએ જણાવ્યું હતું કે, ચાર ભાઇઓના પરિવારમાં ગોવિંદ સૌથી નાનો હતો. ધો.9ની પરીક્ષામાં તે નાપાસ થતા ઉદાસ રહેતો હતો. તેની માતાનું આઠ વર્ષ પહેલા મૃત્યુ થયું છે અને બે ભાઇઓ અમદાવાદ ખાતે નોકરી કરતા હોય ગોવિંદ તેના પિતા અને ભાઇ સાથે મેતા ખંભાળિયામાં રહેતો હતો. ધો.9માં નાપાસ થવાના કારણે અને ભણતરનો ભાર સહન થતો હોય તેણે પગલું ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...