ચૈત્ર નવરાત્રી/ધાર્મિક નોંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ માટલીયાપરિવાર દ્વારા મા અંબા ભવાની મંદિર, હડમતીયા મતવા ખાતે 4એપ્રિલને મંગળવારના રોજ હવનનું આયોજન કરાયું છે. હવનમાં યજમાન પદે બેસવા ઇચ્છુક દંપતીઓએ પ્રવીણભાઇ માટલીયાનો સંપર્ક સાધવો. હવનના દર્શન, પ્રસાદનો લાભ લેવા માટલીયા પરિવારજનોને પ્રમુખે અનુરોધ કર્યો છે.

{ જંક્શનપ્લોટ, ગીતા વિદ્યાલયમાં ચૈત્ર નવરાત્રી આધારના કરવામાં આવશે. ચૈત્રનવરાત્રીમાં દરરોજ સાંજે 5.30 થી 7 વિશ્વંભરી સ્તુતિ, આદ્યાશક્તિ આરતી, સામૂહિક પાઠક, ધૂપ, દીપ કરાશે. ભાવિકોએ માતાજીની આરાધનામાં જોડાવા વિદ્યાલયે અનુરોધ કર્યો છે. સામૂહિક શ્રીમદ્દ ભાગવત કથા યોજાઇ હતી. જેમાં રામ, કૃષ્ણ જન્મ, નંદ મહોત્સવ, વામન જન્મ, ગિરીરાજને વિવિધ પકવાનનો અન્નકૂટ ધરાયો હતો. સંગીતમય શૈલીમાં વિવિધ પ્રસંગોની ઉજવણી કરાઇ હતી.

{ ભાલિયાપરિવાર દ્વારા કુળદેવી ખોડિયાર માતાજીના મંદિર, ગામ વાળધરી તા. ગોંડલ ખાતેચૈત્ર નવરાત્રી મહોત્સવ 28થી 5મી એપ્રિલ સુધી ઉજવાશે. રાતે રાસ ગરબાનો કાર્યક્રમ ખોડિયાર માતાજી મંદિરના સાંનિધ્યમાં યોજાશે. ભાવિકોએ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

{ રામધૂનમહિલા મંડળ દ્વારા 28 માર્ચના રાતે 8 થી 10 મવડી ગામ,ખોડિયાર માતાજી મંદિરે રામધૂનનો કાર્યક્રમ યોજાશ. પટેલ સોશિયલ ગ્રૂપ મહિલા મંડળના બહેન સભાયા સવિતાબેન, મેઘાણી અસ્મીતાબેન ધૂન, ભજન રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...