ગોંડલમાં મોિવયા રોડના મુદ્ે નગરજનોનો ચક્કાજામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલમાંવરસાદની શરૂઆત સાથે માર્ગો ઉપર ગાબડા પડ્યા હોય લોકો પરેશાની ભોગવી રહ્યા છે, મોવિયા રોડની હાલત અતિ બદતર હોય રોષિત બનેલ લોકોએ સવારે આક્રોશભેર ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થયો હતો, પોલીસ તંત્રે મધ્યસ્થી કરતા માર્ગ ખુલ્યો હતો બાદમાં લોકોનું ટોળું પાલિકા કચેરીએ ઘસી ગયું હતું જ્યાં પ્રમુખ કે જવાબદાર કોઈ હાજર હોય સામાન્ય તોડફોડ થવા પામી હતી, બાદમાં તંત્ર દ્વારા ખાતરી અપાતા લોકોનું ટોળું વિખેરાયું હતું.

પહેલેથી બદતર રહેલ મોવિયા રોડની હાલત ચોમાસામાં વધુ બદતર બની હોય વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા હોય લોકોએ આંજે ધીરજ ગુમાવતા સવારે ચક્કાજામ સરજી દેતા ટ્રાફિક જામ થવા પામ્યો હતો. બનાવની જાણ વિપક્ષી સદસ્ય ઓમદેવસિંહ જાડેજા અને અનિલભાઈ માધડ ને થતા મોવિયા રોડે દોડી જઈ પાલિકા તંત્ર ને જાણ કરતા પાલિકા ઉપ પ્રમુખ હર્ષદભાઈ વાઘેલા, બાંધકામ શાખાના ચેરમેન આસીફભાઇ જીકરીયા દોડી ગયા હતા. પરંતુ રોડ પીડબલ્યુડી હસ્તકનો હોવાનું જણાવતા મામલો ગરમાયો હતો અને સીટી પીઆઇ પંડ્યાએ મધ્યસ્થી કરતા ટ્રાફિક ખુલવા પામ્યો હતો. પરંતુ રોષ સાથે લોકોનું ટોળું પાલિકા કચેરીએ ઘસી ગયું હતું અને મોવિયા રોડ આસપાસની સોસાયટીની બદતર હાલત અંગે રજૂઆત કરવા લાગ્યું હતું. પરંતુ પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર હોય ટોળાએ રોષ સાથે સામાન્ય તોડ ફોડ કરી હતી.

પાિલકા કચેરીમાં રોડ મુદે્ લોકોએ આક્રોશપૂર્ણ રજૂઆતો કરી હતી. }તસવીર :િહમાંશુ પુરોિહત

પાિલકા કચેરીએ કરી ધમાલ, અંતે તંત્રની યોગ્ય કરવાની ખાતરી

અન્ય સમાચારો પણ છે...