દેરાણીના નિધન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેરાણીના નિધન
બાદ જેઠાણી પણ
અનંત યાત્રાએ
ચાલી નીકળ્યા

બે મહિલાઓ ખાસ કરીને દેરાણી જેઠાણી કે સાસુ, વહુ વરચે અણબનાવના કિસ્સા તો અખબારોના પાને આવતાં જ રહે છે પરંતુ, દેરાણી- જેઠાણી વરચે આવો પ્રેમ હોઇ શકે તે તો જવલ્લે જ બને! મૂળ ગોંડલના અને હાલમાં જ સુરત રહેવા ગયેલા લોહાણા રસીલાબેન ઉનડકટનું ૨૩મીના રોજ નિધન થયું હતું. હજુ તો આ ગામમાંથી પરિવાર બહાર આવે તે પહેલાં તો રસીલાબેનના જેઠાણી મધુબેન ઉનડકટ પણ અનંત યાત્રાએ ચાલી નીકળ્યા હતા.મધુબેનના મોટા પુત્ર અને પાન બીડીના વ્યવસાય સાથે સંકળાયેલા પંકજભાઇએ જણાવ્યું હતું કે મારા માતા અને રસીલાકાકી ચાર દાયકાઓ સાથે જ રાા હતા. બન્નો દરેકના સુખ અને દુ:ખના પ્રસંગોમાં હંમેશાં સાથે જ જતા અને આવતા હતા.