• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • ગોંડલમાં થયેલી અતિવૃષ્ટિમાં સરકારે મદદ કરી નથી, કોંગ્રેસનો આક્ષેપ

ગોંડલમાં થયેલી અતિવૃષ્ટિમાં સરકારે મદદ કરી નથી, કોંગ્રેસનો આક્ષેપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલશહેર અને તાલુકામાં ગત વર્ષે થયેલી અતિવૃષ્ટિમાં ભારે તારાજી થયા છતાં સરકાર દ્વારા આંશિક રાહત આપી અસરગ્રસ્તોની મજાક કરવામાં આવી હોવાનું જણાવી તાલુકા - જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજી રિસર્વે કરી નુકસાની મુજબ સહાય ચૂકવવાની માગણી કરતું આવેદન મામલતદારને આપવામાં આવ્યું હતું.

શહેરના માંડવી ચોક ખાતેથી સવારે 10 કલાકે જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઇ વીરાણી,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડો.દિનેશભાઇ ચોવટિયા, ઉપપ્રમુખ જગદીશભાઇ પાંભર, તાલુકા પંચાયત પ્રમુખ ભગવતસિંહ વાઘેલા,કોંગ્રેસ અગ્રણી કિશોરભાઇ અંદીપરા જિલ્લા પંચાયત સદસ્ય ચંદુભાઇ શિંગાળા સહિતના આગેવાનોની હાજરીમાં રેલીનો પ્રારંભ થયો હતો. અા રેલી શહેરના રાજમાર્ગો પર ફરી મામલતદાર કચેરીએ પહોંચી હતી અને આવેદનપત્ર પાઠવી એવી માગ કરવામાં આવી હતી કે, ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે શહેર તાલુકામાં ભારે તારાજી થઇ હોવા છતાં સરકાર દ્વારા સર્વેમાં અન્યાય કરી અસરગ્રસ્તોને આંશિક રાહત આપવામાં અાવી છે ત્યારે અંગે રિસર્વે કરી નુકસાની પ્રમાણે સહાય ચૂકવવા માગણી કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવાયા મુજબ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોએ વાવેતર કરેલા પાકનું ધોવાણ થઇ ગયું છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી સાફ થઇ ગઇ છે. સરકાર દ્વારા માટે સર્વે કરાયો છે પણ પૂરતી સહાય આપવામાં અન્યાય કરાયો છે. આટલું અધૂરું હોય તેમ પાક વીમામાં પણ તાલુકાને અન્યાય કરવામાં આવ્યો છે. અન્યાય દુર કરવા પણ કોગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી ઉગ્ર માગણી કરવામાં અાવી હતી.

નિર્મળ ભારત યોજના અંતર્ગત ગામડાંઓમાં ભૂગર્ભ ગટરની કામગીરી જે ગામડાંમાં પૂર્ણ થઇ છે ત્યાં છેલ્લા ઘણા સમયથી કામગીરીની ગ્રાન્ટ ફાળવવામાં અાવી નથી જ્યારે શહેરી વિસ્તારોને કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં અાવે છે. અન્યાય પણ દૂર કરવાની માગણી અાવેદનપત્રમાં કરવામાં અાવી હતી.

ગોંડલમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા રેલી યોજાઇ } હિમાશુંપુરોહીત

અન્ય સમાચારો પણ છે...