• Gujarati News
  • ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળી નવોઢાએ જાત જલાવી દીધી

ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળી નવોઢાએ જાત જલાવી દીધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતકના પિતાએ પ્રેમી સામે નોંધાવી રાવ

કલ્યાણપુરતાલુકાની એક પરિણીતાને એક શખ્સે ભાગી જવાનું દબાણ કરતાં કથિત ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળીને તેણે આપઘાત કરી લીધો હતો. બનાવ સંદર્ભે યુવતીના પિતા દ્વારા પોલીસમાં ફરિયાદ થઇ છે.

પોલીસ દફ્તરે નોંધાયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા રામભાઇ મેઘાભાઇ પરમારની પુત્રી સવિતાબેનના લગ્ન આશરે પંદરેક દિવસ પહેલા થયા હતા. યુવતીના લગ્ન થઇ ગયા હોવા છતાં મેઘપર ટીટોડી ગામનો અશોક ભીખાભાઇ પરમાર નામનો યુવાન સવિતાબેનને પોતાની સાથે ભાગી જવા માટે અવાર-નવાર દબાણ કરતો હતો. ઉપરાંત અશોક દ્વારા સવિતાબેનને ધાક ધમકી આપવામાં આવતા સમગ્ર બાબતે તેણે કંટાળી, શનિવાર 23 મેના રોજ પોતાના ઘરે પોતાના શરીરે કેરોસીન છાંટી, દીવાસળી ચાંપી લેતાં તેણીને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

અા સમગ્ર બનાવ અંગે મૃતકના પિતા રામભાઇ મેઘાભાઇ પરમારે અશોક ભીખાભાઇ પરમાર સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ-306 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ બી.બી. ગોંડલિયાએ હાથ ધરી છે સમગ્ર બનાવ નાના એવા ગામમાં ભારે ચર્ચાસ્પદ બની ગયાે છે. બીજીબાજુ ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળીને સવિતાબેને જીવતર ટુંકાવી લેવા મજબુર બન્યાના બનાવમાં ધરાર પ્રેમી અશોક પરમાર સામે નફરતની આંધી ઊઠી છે.